આગામી વર્ષ 2025માં કચેરીઓ-બેંકો કેટલા દિવસ બંધ રહેશે..? ગુજરાત સરકારે પબ્લિક હોલિડેનું લિસ્ટ જાહેર કર્યું
ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષ 2025માં જાહેર રજાઓ, સરકારી કર્મચારીઓ તથા બેંક રજાઓ માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, રાજ્યમાં વર્ષ 2025માં કુલ 25 પબ્લિક હોલિ-ડે છે, જેમાંથી 5 હોલિડે રવિવારના દિવસે આવે છે. જ્યારે બાકીના 20 હોલિડે અન્ય દિવસોમાં આવતા હોવાથી તેની જાહેર રજા મળશે.

બેંકના કર્મચારીઓને મળવાનાર પબ્લિક હોલિડે વિશેની વાત કરીએ તો રાજ્યમાં કુલ 22 દિવસ પબ્લિક હોલિડે આવશે. જેમાંથી 5 દિવસ પબ્લિક હોલિડે બીજા/ચોથા શનિવારે અથવા રવિવારે આવે છે, આથી કુલ 17 દિવસ માટે બેંકો બંધ રહેશે.
